મોરબી : ABVP દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં નાના બાળકોને નાસ્તો, કપડાં તેમજ તેમની સાથે ફટાકડા ફોડીને અલગ રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી SFS સ્ટુડન્ટ ફોર સેવા આયામ અંતર્ગત હાથ ધરાયેલી આ પ્રવૃતિમાં ભારત માતાકી જય ,વંદે માતરમ્ અને જય શ્રી રામના નાદ લગાવીને એક અલગ વાતાવરણ સર્જવામાં આવ્યું હતું. આમ ABVP દ્વારા અનોખી રીતે દીવાળીના પર્વને દિપાવવામાં આવ્યું હતું.