મોરબી : દિવાળીના તહેવારોમાં દરેક ઘરના આંગણા એકથી એક ચડિયાતી કલાત્મક રંગોળીથી દિપી ઉઠ્યા છે. આ મનમોહક રંગોળીઓ જીવનમાં છવાયેલા નિરાશાના અંધકારને દૂર કરીને આશાના ઉદીપકને જીવંત કરે છે રંગોળી મનભાવન હોવાની સાથે જીવનના કોઈને કોઈ મૂલ્યોને સંદેશ આપતી હોય છે.ત્યારે મોરબીના પીજી કલોક વિસ્તારમાં રહેતા પ્રવીણાબેન વિઠ્ઠલભાઈ વિલપરાએ દિવાળી નિમિતે પોતાના ઘરના આંગણે 12 હજાર રૂપિયાના સિક્કાની અદભુત રંગોળીનું સર્જન કર્યું હતું.રૂપિયાના સિક્કામાંથી બનાવેલી આ સુંદર મજાની કલાત્મક રંગોળી જોઈને ભલભલાના મોઢા આશ્ચર્યથી પહોળા થઈ ગયા હતા.