સુંદરગઢમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ

- text


હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ છે. આ બનાવમાં હળવદ પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનાની નોંધ કરવામાં આવી છે.

- text

ગઈકાલે તા. 13ના રોજ સુંદરગઢ ગામમાં ખેતરના પુર્વ તરફના શેઢે બ્રાહ્મણી નદીના કાંઠે અવાવારૂ જગ્યામાં દેવરાજ ઉર્ફે દેવજીભાઇ જગજીવનભાઇ પીપળીયાએ ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે દેશી પીવાનો દારૂ લીટર 10 (કિં.રૂ. 200) તથા ગરમ આથો લીટર 40 (કિ.રૂ. 80), ઠંડો આથો લીટર 120 (કિં.રૂ. 240) તથા ભઠ્ઠીના સાધનો (કી.રૂ. 1260)ના મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની રેઇડ દરમ્યાન આરોપી દેવજી હાજર ન હોવાથી હાલમાં પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text