મોરબી : નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તથા વિભાગીય નાયબ નિયામક, રાજકોટના સુચન તથા માર્ગદર્શન અંતર્ગત જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા - મોરબી હેઠળના આયુર્વેદ દવાખાનાઓમાં પાંચમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે વિવિધ કામગીરી કરવામાં આવેલ છે. જે અંતર્ગત દરેક આયુર્વેદ દવાખાનાઓમાં ધન્વન્તરી પુજન કરાયું છે. તેમજ મોરબી જિલ્લામાં અલગ અલગ કુલ 4 ગામોમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 214 લોકો એ લાભ લીધો છે. અને કોવિડ રક્ષણાત્મક કામગીરી માટે સંશમની વટીનો કુલ 336 જેટલા લોકોએ લાભ લીધો છે. વડાપ્રધાન દ્વારા ગુજ.આયુ. યુનીવર્સીટી અને ડીમ્ડ. યુની.ના લાઇવ પ્રોગામમાં આયુષ અધિકારી સહીત 600 જેટલા ગ્રામજનોએ લાભ લીધો છે. તેમજ સોશ્યલ ડીસ્ટંસીંગનો ખ્યાલ રાખી આરોગ્ય કેમ્પમા લાભ લેવા આવેલ લાભાર્થીઓને કોવિડ -19 સામે રક્ષણાત્મક ઉપાયોની માહીતી આપવામાં આવી, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. અને બહોળા પ્રમાણમાં ફેસબુક, વોટ્સઅપ જેવા માધ્યમથી લોકોને કોવિડ-19 સામે જાગૃતિ કેળવાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેમ જિલ્લા આયુવેર્દિક અધિકારી ડો. પ્રવિણ વડાવીયાએ જણાવ્યું હતું.