મોરબી : મોરબીના ધર્મસૃષ્ટિ સોસાયટીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઇ અવાડિયાના નિવાસ્થાને આજે ભાજપના કાર્યકર્તાનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં મોરબી- માળિયા પેટા ચુંટણીમાં વિજયી થવા બદલ ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા તથા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણુક પામેલ દુર્લભજીભાઈ દેથરિયાને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પુર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, એ.પી.એમ.સી. ચેરમેન મગનભાઈ વડાવિયા, પ્રભુભાઈ ભુત, દેવાભાઇ અવાડીયા સહિત વોર્ડ ન.૧ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate