દાતાઓના સહયોગથી 80 જેટલી કિટોનું વિતરણ કરાયું મોરબી : Gsnp પ્લસ દ્વારા સ્વેતના પ્રોજેક્ટના ફિલ્ડ કો-ઓડીનેટર રાજેશ કે. લાલવાણી અને જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશભાઈ કતીરા, સિવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દુધરેજીયા, ડીટીઓ ડી. વી. બાવરવા ના માર્ગદર્શન હેઠળ દાતા રાઘવજીભાઈ ગડારા (પૂર્વ પ્રમુખ જીલ્લા ભાજપ), આપાભાઈ કુંભારવાડીયા (ભાજપ સદસ્ય), જગદીશભાઈ તુલસીયાણી (દરિયાલાલ ઈલેક્ટ્રોનિક) અને સંજયભાઈ તુલસીયાણીના સહયોગથી એએનસી, પીએનસી અને જનરલ કલ્યાઈટના એચઆઇવી પ્રોઝેટીવ દર્દીઓને ૧ કિલો મિઠાઈ, અને ૧ કિલો ફરસાણની ૮૦ જેટલી કીટો આપવામાં આવી હતી. આ કીટો આપવામાં દિપકભાઈ મકવાણા (જીલ્લા સુપરવાઇઝર), ગણપતભાઇ વાધેલા ( પ્રોજેક્ટ ઓફિસર), જીજ્ઞાસાબેન (એઆરટી મેડીકલ ઓફિસર), રાજેશભાઈ જાદવ (એઆરટી કાઉન્સિલર), દિપેશભાઈ મકવાણા સહિત એઆરટી સેન્ટરના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate