ટંકારા : ટંકારાના ગામધણીરૂપ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે. જેની તૈયારી શરૂ થઈ ગઈ છે. દિવાળીના તહેવારો અગિયારસથી શરુ થઇ જાય છે ત્યારથી રોજ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રિય સંગીત અને નોબત વગાડવાની પંરમપરા આજે પણ અહીં જીવંત છે. ટંકારાના મધ્યમા બિરાજતા અને ગ઼ામદેવતા તરીકે પુજાતા શ્રી લક્ષ્મીનારાયણના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૫/૧૧/૨૦૨૦ ને રવિવારે અન્નકૂટ દર્શન કરવામા આવશે. જેમાં અનેક શાકભાજી, ફળ, મીઠાઈ સહિતનો ભોગ ઠાકોરજીના સન્મુખ ધરાવાશે. આ તકે લક્ષ્મી નારાયણ મંદિરના ભગત દ્વારા ટંકારા સહીત દેશભરમાં વસતા તમામ હરિ ભક્તો ટંકારા પધારવા અને અન્નકુટ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને આજથી બંગલા દર્શન શરુ થઈ ગયા છે. ભગવાન આજે મંદીરના પરીસરમા બિરાજમાન થશે તથા મંદિરને રોશની અને વાઘાના શણગાર કરવામાં આવ્યો છે. અહીં વર્ષો જુની પરંપરા મુજબ દિવાળી તહેવારના 5 દિવસ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રીય સંગીત સાથે નોબત વગાડવામાં આવે છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate