મોરબી : પોષણ અભિયાન ૨૦૨૦-૨૧ અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર માસ “રાષ્ટ્રીય પોષણ માહ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે મોરબી જીલ્લામાં પોષણ માહની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં કિશોરીઓ માટે વાનગી હરીફાઈ યોજવામાં આવેલ અને રાજ્ય કક્ષાએથી જિલ્લા કક્ષામાં વિજેતા થયેલ ૧૦ કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા અમુલ ગિફ્ટ હેમ્પર અને પ્રમાણપત્રનું વિતરણ મોરબી જિલ્લા પંચાયત સભાખંડ ખાતે તાજેતરમાં જિલ્લા પ્રમુખ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન, જિલ્લા વિકાસ અધિકારી, તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના હસ્તે કરવામાં આવેલ તથા પોગ્રામ ઓફિસર દ્વારા કિશોરી ને પૌષ્ટિક આહાર માટે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમ જિલ્લા પોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate