મોરબી : મોરબી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા દિવાળીના તહેવાર નિમિતે 'બેટી બચાઓ બેટી પઢાઓ'ની રંગોળી બનાવી મહિલાઓને અને તેમના પરિવારને શુભકામના સંદેશ પાઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૮૧ અભયમની કામગીરી પ્રશંસનીય રહી છે. સતત ૨૪ કલાક કાર્યરત અને સક્રિય રહેલી ૧૮૧ની કર્મચારી બહેનો દ્વારા જુદા જુદા તહેવારોમાં ફરજ દરમિયાન મહિલાઓને સલાહ સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ સેવા મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે. દિપાવલીના પર્વ નિમિતે મોરબી ૧૮૧ ટીમે રંગોળી દ્વારા દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તેમજ સમાજને 'બેટી બચાઓ, બેટી પઢાઓ'નો સંદેશ આપ્યો છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate