છેલ્લા ત્રણ વર્ષથી અતિવૃષ્ટિને કારણે સરકારી રેકોર્ડ પાણીમાં તણાય જતું હોવાથી વહેલાસર પાણી પહેલા પાળ બાંધી લેવાય ટંકારા : ટંકારા તાલુકા પંચાયતમા છેલ્લા ત્રણેક વર્ષથી અતિવૃષ્ટિને કારણે સરકારી રેકોર્ડ અને ઉપકરણોને મોટું નુકસાન થતું હતું. જેમાં ખાસ કરીને પાણીમાં તણાય જવાથી સરકારી રેકર્ડનો નાશ થઈ જતો હતો. આથી, આ સરકારી રેકોર્ડને સલામત રીતે સાચવી રાખવા તંત્ર દ્વારા વહેલાસર પાણી પહેલા પાળ બાંધીને ટંકારા તાલુકા પંચાયતના રેકોર્ડને સલામત રીતે બીજા માળે રૂમ બનાવીને શીફ્ટ કરી દેવામાં આવ્યું છે. ટંકારા તાલુકા પંચાયતમા છેલ્લા ત્રણેક વર્ષથી અતિવૃષ્ટિ અને પાણી ભરાઈ જવાથી સરકારી રેકર્ડ ઉપરાંત ઉપકરણોને નુકસાન થતુ હોવાથી તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા દ્વારા કચેરી કાર્યરત થયા બાદ કાર્યરત તમામ શાખા અને IRD શાખાનું તમામ રેકર્ડ માટે એક નવિનતમ બીજી મંજીલે રૂમ બનાવી વર્ગીકૃત કરી, ફાઈલ વાઈઝ ગોઠવી અને બ્રાંન્ચવાઇઝ ગોઠવી નવનિર્મિત બનેલાં રેકોર્ડ રૂમમાં ગોઠવવામાં આવ્યું છે. સરકારી રેકોર્ડના વર્ગીકરણમાં 25 શાખા અને આશરે 5000 થી વધુ ફાઈલોને બ્રાન્ચવાઈઝ ગોઠવવામાં આવી છે. કાયમી રેકોર્ડ, સમય મર્યાદાવાળું રેકોર્ડ, પરચૂરણ રેકોર્ડ એમ અલગ અલગ ભાગ બનાવવામાં આવ્ય છે. આ સરકારી દસ્તાવેજોનું વર્ગીકરણ કરવામાં તાલુકા પંચાયત તમામ સ્ટાફ અને તલાટી મંત્રીઓએ સાથ યોગ્ય સહયોગ આપ્યો હતો. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate