ટંકારા : વર્તમાન સમયમાં કોરોના મહામારી વિશ્વ, ભારત અને ગુજરાતમાં ઝડપભેર પ્રસરી રહી છે. આવા કપરા સમયમાં રોજગારીનો પ્રશ્ન વિકટ બનેલ છે. ત્યારે મહિલા સશક્તિકરણના ભાગ રૂપે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ 'લોકલ ફોર વોકલ'ના પ્રોત્સાહનના ભાગરૂપે ટંકારા તાલુકાના મિતાણા ગામના રાધા સખી મિશન મંગલ જુથના બહેનોએ આત્મનીર્ભર થવા માટે એક પગલું ભરેલ છે. આ અંગે સંસ્થાએ શરૂઆતમાં બહેનો સાથે મિટીંગ કરેલ હતી. મિટિંગમાં મહિલાઓએ જણાવેલ કે અમારે રોજગારી માટે શું કરવું? ત્યારે મંડળના અલગ-અલગ મહિલા કર્મીઓએ મહિલાઓને જણાવેલ કે ઇમીટેશનની કામગીરી, કાપડની કામગીરી, ખોળ વેચાણની કામગીરી, દૂધવેચાણ વગેરે જેવી આર્થીક પ્રવૃતીઓ ગામમાં ચાલુ છે. ત્યારે મહિલાઓએ જણાવ્યું કે અમારે ગામના મુખ્ય વિસ્તારમાં દુકાન ચાલુ કરી આગળ વધવુ છે. રાધા મિશન મંગલમ જુથમાં કુલ 10 સભ્યો છે. જેમાંથી મોટા ભાગના સભ્યો ઇમીટેશનની પ્રવૃતી સાથે તેમજ પશુપાલન વ્યવસાય કરે છે. મંડળના સભ્ય રંજનબેન નિલેશભાઇ મેરાએ તેમજ અન્ય મહિલાઓએ બેન્કમાથી રૂ. 1 લાખ કેશ ક્રેડીટ મેળવી ટંકારા તાલુકાની લજાઇ ચોકડી પાસે ભાડાની દુકાન લઇ અમુલ દુધ તેમજ કરીયાણા, શાકભાજી વેચાણ માટેની દુકાન ચાલુ કરેલ છે. હાલમાં દિવાળીની તહેવારને અનુલક્ષીને 40 હજારથી વધારે રૂપીયાના ફટાકડા લઇ આવીને ફટાકડાનો સ્ટોર ચાલુ કરેલ છે. જેમાં છેલ્લા 3-4 દિવસમાં 4 રૂપીયાનો ફટાકડાનો વેપાર કરેલ છે. આમ, કોરોના કાળમાં પણ ગામની મહિલાઓ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંડળના માધ્યમથી આજીવીકા મેળવી શક્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate