મોરબી : વિવિધ પ્રકારની સેવાકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી સતત ધમધમતા બ્રાહ્મણોની પરમ આસ્થાના કેન્દ્ર એવા પરશુરામ ધામ ખાતે નવનિયુક્ત ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાની વિશેષ ઉપસ્થિતિમાં એક હોલનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ હોલ 30' *55' ના માપનો તથા આધુનિક બાંધકામ સાથે સર્વ સુવિધાઓથી સંપન્ન હશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત બ્રિજેશભાઈ મેરજાને સર્વે બ્રહ્મ આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે પેટાચૂંટણીના મહાપર્વમાં બ્રિજેશભાઈના જીતની માનતા સ્વરુપે પરશુરામ ધામ મોરબીના કાર્યકર્તા સુરેશભાઈ જોષીએ ચાલતા પરશુરામ ધામ પહોચી દંડવત પ્રણામ સાથે મુંડન કરાવી માનતા પૂરી કરી હતી આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ડો અનિલભાઈ મહેતા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, હસુભાઈ પંડ્યા, ડો. લહેરુ, એન. એન. ભટ્ટ, જગદીશભાઈ ઓઝા, મુકુંદભાઈ જોશી, રાજુભાઈ ભટ્ટ, વિનુભાઈ ભટ્ટ, પરાગભાઈ ત્રિવેદી સહિતના બ્રહ્મ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સંસ્થા પ્રમુખ ભુપતભાઇ પંડ્યાએ આગામી દિવસોમાં પણ પરશુરામ ધામ મોરબીમાં વિવિધ વિકાસ કાર્યો તથા વિવિધ પ્રકલ્પો વધુ વેગથી ચલાવવા આહ્વાન કર્યું હતું. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate