હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામના ખેડુત પુત્ર કાચરોલા ધ્રુવ યોગેશભાઈએ નેશનલ બેડમિંટન ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ નેશનલ લેવલે મોરબી જિલ્લાનું તથા કચરોલા પરિવારનું નામ રોશન કર્યુ છે. જે બદલ કાચરોલા પરિવાર દ્વારા ધ્રુવને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમજ ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate