મોરબી : જેતપર ગામના મહાકાલેશ્વર મંદિરમાં દર વર્ષે બેસતા વર્ષે અન્નકૂટ દર્શન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે મહાકાલેશ્વર મંદિરમા મહાપ્રસાદનું મોકુફ રાખેલ છે. તેમજ આગામી તા. 15ના રોજ રવિવારે સવારે 11 વાગ્યે માત્ર અન્નકૂટના દર્શન અને આરતી કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીને અન્નકૂટ દર્શન, આરતી અને પ્રસાદના પેકેટનો લાભ લેવા ભાવિકોને આમંત્રણ આપવામાં આવેલ છે. તેમ મહંત બલારજગીરી (સ્વામીજી)એ યાદીમાં જણાવ્યું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate