મોરબી : મોરબીમાં સામાજિક એકતા જાગૃતિ મિશન અંતર્ગત સર્વ સમાજના હોદેદારોની કારોબારી સમિતિની બેઠકનું આયોજન કૉમ્યુનિટી હૉલ, હાઉસિંગ બોર્ડ, નવા બસ સ્ટેશન, મોરબી ખાતે કરવામાં આવેલ હતું. આ બેઠકમાં સંગઠનના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડ, કુમારી ભાવનાબેન રાઠોડ, ભીમજીભાઈ બેડવા તેમજ મોરબી જિલ્લાના પ્રભારી હિતેશભાઈ ગેડીયા, જિલ્લા સહપ્રભારી હમીરભાઇ ટોળીયા, જિલ્લા અધ્યક્ષ મધુવન સંઘપાલ તથા સંગઠનના અન્ય હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સામાજીક એકતા જાગૃતિ મિશનનો ઉદ્દેશ્ય સર્વ સમાજનાં દબાયેલા, કચડાયેલા, પીડિત, શોષિત, ગરીબ લોકોને મદદ કરવાનો છે. આ સંગઠનમાં તમામ સમાજનાં માનવતાવાદી વિચારધારા ધરાવતા લોકો જોડાયેલા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate