આગનું કારણ અકબંધ, જાનહાનિ ન થતા રાહત મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલી જી.આઈ.ડી.સી.ના નાકા પાસે આવેલી અશ્વિન મેટલ વર્ક વાળી શેરીમાં મંગળવારે મોડી રાત્રે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા ફાયરની ટીમને જાણ કરી હતી. જેના પગલે મોરબી ફાયર વિભાગના નિલેશ રાઠોડ, રૂપેશભાઈ, સતારભાઈ સહિતની ટીમ ચીફ ફાયર ઓફીસર એચ.કે. દવેની આગેવાનીમાં દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આગનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate