હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક એક્ટિવા પર વ્હીસ્કીની બોટલો સાથે હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા છે. આ બંને શખ્સો સામે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 8ના રોજ સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી નદીના પુલના મોરબી તરફના છેડેથી કુલદિપસિંહ નિર્મળસિંહ જાડેજા અને ધર્મેશભાઇ હિતેશભાઇ દેવાયતકાને એકટીવા મોપેડ રજી નં GJ 36 J 9441માં ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ 7, જેની કિ.રૂ. 3500નો મુદામાલ પોતાના અંગત ફાયદા સારૂ વેચાણ કરવા હેરફેર કરતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે ઍક્ટિવા અને વિદેશી દારૂની બોટલો જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate