ફ્લેટમાં મહિલા દ્વારા બહારથી છોકરીઓ બોલાવી ગોરખધંધા ચલાવાતા હોવાનો અન્ય ફ્લેટધારકોનો આક્ષેપ અરજી અંગે તપાસ ચાલતી હોવાનો પોલીસનો ખુલાસો મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ વિદ્યા પેલેસ નામના એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતી એક મહિલા તેમના ફ્લેટમાં છોકરીઓ બોલાવીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચલાવતી હોવાની સ્થાનિકોએ મોરબી પોલીસને લેખિત અરજી દ્વારા ફરિયાદ કરી છે. આ સાથે સ્થાનિકોએ તેમની એપાર્ટમેન્ટમાં આરોપી મહિલા દ્વારા કૂટનખાણું ચલાવતા હોવાની શંકા વ્યક્ત કરી આ દુષણ હટાવી મહિલા સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠાવી છે. મોરબીના શનાળા રોડ ઉપર નાની કેનાલની બાજુમાં ઉમિતા સર્કલ પાસે યદુનંદન સોસાયટીમાં આવેલ વિદ્યા પેલેસમાં રહેતા અશોકભાઈ અઘેરા તેમજ ફ્લેટધારકોએ ડીવાયએસપીને અરજી કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે તેમના વિદ્યા પેલેસ નામના એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે એક મહિલા રહે છે. અને ફ્લેટમાં બહારથી છોકરીઓ અને બહારના લોકોને બોલાવી શંકાસ્પદ પ્રવૃતિઓ ચલાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ફ્લેટધારકોએ તો આ મહિલા દ્વારા કૂટનખાણું ચલાવાતું હોવાની શંકા વ્યક્ત કરી પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અહીં બધા પારિવારિક ભાવનાથી ત્યાં રહે છે. તેવામાં આ પ્રકારનું દુષણ ચાલતું હોય લોકોના માનસ ઉપર ખરાબ છાપ પડી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે તેઓના બે ગ્રાહકો પાસેથી ફ્લેટધારકોએ પુરાવારૂપે સોગંદનામાં તથા અગાવ પોલીસની રૂબરૂમાં નિવેદન પણ લેવડાવ્યા છે. આ મહિલા સામે ઇમમોરલ ટ્રાફિક એક્ટની ફરિયાદ દાખલ કરી વહેલામાં વહેલા ફ્લેટમાંથી આ દુષણ દૂર કરવામાં આવે તેવી માંગ છે. જોકે આ અંગે એ ડિવિઝનના પી.એસ.આઈ. ચુડાસમાંએ જણાવ્યું હતું કે સ્થાનિકોની ફરિયાદ મળી છે. જેની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં સ્થાનિકો જે આક્ષેપ કરી રહ્યા છે તેવી કોઈ વાત હજુ સામે આવી નથી. હાલ તપાસ ચાલુ છે. સાચી હકીકત તપાસ બાદ જ ખ્યાલ આવી શકશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate