મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામ નજીક સીરામીક કારખાનામાં રહેતી એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ભડીયાદ પાસે મીલેનીયમ વીટ્રીફાઇડના કારખાનામાં રહેતા અને મૂળ છતીસગઢના વતની લાલારામ ભવરીયાના પત્ની પુનમબેન (ઉ.વ. 22)એ કોઇ કારણોસર પોતાના કારખાનાના કવાર્ટસમા પંખા સાથે દુપટાથી ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું છે. મૃતકના લગ્નને 4 વર્ષનો સમયગાળો થયેલ છે. હાલમાં પોલીસ મૃતકના અંતિમ પગલાંનું કારણ જાણવા બનાવની વધુ તપાસ કરી રહી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate