મોરબી : મોરબી શહેરના વીસી ફાટક નજીક રિક્ષામાં જઈ રહેલા મૂળ યુ.પી.ના કુશીનગર જિલ્લાના વતની અને બંધુનગર નજીક ફોરમ સીરામીકમાં મજૂરી કામ કરતો યુવાન પિન્ટુભાઇ ધુરૂપલાલ શ્રીવાસ્તવ રીક્ષામાં બેસીને તેના રૂમ પર જતો હતો. તે દરમીયાન વી.સી. હાઈસ્કૂલથી રેલવે સ્ટેશન રોડ પર રીક્ષા ચાલકે રીક્ષા રોકાવી હતી. અને તેની સાથેની બીજી બે વ્યક્તિએ પણ છરી બતાવી યુવક પાસેથી અલગ અલગ કંપનીના બે મોબાઈલ અને રોકડ મળી કુલ 14000ના મુદામાલની લૂંટ ચલાવી હતી. બાદમાં યુવકને રિક્ષામાંથી ઉતારી ત્રણેય આરોપી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ લઈ આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ. ચુડાસમાં ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate