માળિયામાં હથિયાર સાથે ઝડપાયેલા બે શખ્સો જામીનમુક્ત

- text


 

માળિયા : માળિયામાં ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયેલા બે આરોપીઓએ જામીન અરજી કરી હતી. કોર્ટે બન્નેના જામીન મંજુર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

ગત તા.1નવેમ્બરના રોજ માળિયા પોલીસ સ્ટેશનની હદમાં ભીમસર ચોકડીથી માળિયા પોલીસે કેતન ચંદ્રકાન્તભાઈ પંચોલી રહે. કવાંટ તથા દીપક નંદકીશોરભાઈ શર્મા રહે. વડોદરાવાળાને ગેરકાયદેસર હથિયાર મેગજિનવાળી પિસ્તોલ તથા જીવતા કારતુસ સાથે ઝડપી પાડેલ હતા. બન્નેને કોર્ટમાં રજૂ કરતા તેમના પક્ષે વકીલ મયુર પી. પુજારાની દલીલને ધ્યાનમાં રાખી માળિયા કોર્ટે રૂ. 15 હજારના જામીન ઉપર બન્નેને મુક્ત કર્યા છે. આ કેસમાં આરોપી પક્ષે એડવોકેટ મયુર પી. પુજારા રોકાયેલ હતા.

- text