મોરબી : ફેકટરીમાં દરવાજો માથે પડતા માસુમ બાળકનું મોત

- text


મોરબી : મોરબી નજીક ફેકટરીમાં અક્સ્માતે દરવાજો માથે પડતા બાળકનું કરુણ મોત નીપજ્યું હતું.આ કરુણ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના બહાદુરગઢ ગામ પાસે આવેલ શિવાંસ મીનરલ કારખાનામા ગઈકાલે તા.૭ ના રોજ રાજવીર બાબુભાઇ પટેલ ઉ.વ-૪ નામનો બાળક રમતો હતો. ત્યારે દરવાજો અક્સ્માતે માથે પડતા માથામા ઇજા થવાથી આ બાળકનું.મોત નીપજ્યું હતું.બાદમાં આ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં. ખસેડાયો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text