મોરબી : લૂંટના ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સોની પાસા હેઠળ ધરપકડ

- text


મોરબી : મોરબી એલસીબી પોલીસ સ્ટાફે આજે લૂંટના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ અને સુરત હવાલે કર્યા હતા.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલએ જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી મોરબી દ્વારા ઇશ્ય થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા જીલ્લા મેજિસ્ટ્રેટએ કરેલ પાસા અટકાયતી હુકમ અન્વયે લૂંટના ગુનામાં સંડોવાયેલ સામાવાળા પૈકી હિરાભાઇ કરશનભાઇ રંગપરા રહે.ખાખરાથળ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાને પાસા એક્ટ તળે ડીટેઇન કરી આજે અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે તેમજ અશોકભાઇ જેમાભાઇ સારદિયા રહે.ખાખરાથળ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળાને પાસા એક્ટ તળે ડીટેઇન કરી આજરોજ લાજપોર મધ્યસ્થ જેલ (સુરત) હવાલે કરવામાં આવેલ છે.

- text

- text