મોરબીમાં યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

- text


 

મોરબી : મોરબીમાં યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર બોરીચાવાસ, મફતીયા પરા પાસે રહેતા રવજીભાઇ આયદાનભાઇ મઠીયા (ઉ.વ.૨૮) નામના યુવાને ગઈકાલે તા.૭ ના રોજ કોઇપણ કારરણોસર ઝેરી દવા પી જતા તેને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો.પણ આ યુવાનનું રસ્તામાં જ મોત થયું હતું.આથી યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.એ ડિવિજન પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text