વાંકાનેર : વાંકાનેર નજીક રોડ ઉપર ગઈકાલે એક યુવાન વોકિંગ કરવા નીકળ્યો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે આ યુવાનને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે.આ બનાવ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર જીનપરા બ્રાહ્મણ શેરીમાં રહેતા આનંદભાઇ હસખમુખભાઇ કુંડલીયાના નાના ભાઇ અમીતભાઇ (ઉ.વ ૩૮) નામના યુવાન ગઈકાલે તા.૭ ના રોજ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે મચ્છુ નદીના પુલ પાસે વોકીંગ કરવા નીકળ્યા હતા તે વખતે અજાણ્યા આરોપી કોઇ ભારે વાહનના ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચાલવીને યુવાનને હડફેટે લઈનેનાસી છૂટ્યો હતો.આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી અમીતભાઇનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.