હળવદ : અજાણી કાર હડફેટે યુવાનના મોતના બનાવની ફરિયાદ નોંધાઇ

- text


હળવદ : હળવદ નજીક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી કલારામ નગજી કોટેડેએ એક અજાણ્યો ફોરવીલ ચાલક હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.૬ ના રોજ હળવદ માળીયા હાઇવે રોડ સુસવાવ નવા ધનાળા ગામના પાટીયા વચ્ચે રામદુત હોટલ સામે જાહેર રોડ ઉપર ફરિયાદીની ગાડીનો કલીનર અશોકભાઇ ઉ.વ ૨૨ વાળો ચાલતા ચાલતા રોડ ક્રોસ કરતો હતો.ત્યારે કોઇ અજાણ્યા કાર ચાલકે પોતાની ગાડી બેદરકારી પુર્વક ચાલવીને આ ક્લીનરને હડફેટે લેતા તેનું.મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે હળવદ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો.નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

 

- text