મોરબીના જીકીયારી ગામે ડબલ મર્ડર : યુવાને માતા અને બહેનની ધારીયાના ઘા ઝીકી હત્યા કરી નાખી

- text


માતા અને બહેને વચ્ચે રસોઈ બનાવવા મામલે માથાકૂટ થયા બાદ ઉશ્કેરાયેલા યુવાને ખૂની ખેલ ખેલ્યો : તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મોરબી : મોરબીના જીકીયારી ગામે ગતરાત્રે એક યુવાનને પોતાની માતા અને બહેનને ધારીયાના ઘા ઝીકીને બન્નેને મોતને ઘાટ ઉતારી દીધા હતા.જેમાં માતા અને બહેને વચ્ચે રસોઈ બનાવવા મામલે માથાકૂટ થયા બાદ ઉશ્કેરાયેલા યુવાનને આ ખૂની ખેલને અંજામ આપ્યો હતો.આ ડબલ મર્ડરની ઘટનાથી નાના એવા ગામમાં સોપો પડી ગયો છે.આ બનાવને પગલે તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.

- text

મોરબીના જીકીયારી ગામે શનિવારની રાત્રે બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો છે.જેમાં જીકિયારી ગામે રહેતા દેવશીભાઈ સવજીભાઈ ભાટિયાએ પોતાની સગી જનેતા કસુતરીબેન ભાટિયા અને બહેન સંગીતાબેન ભાટિયાને ધારીયાના ઘા ઝીકી બન્નેની હત્યા કરી નાખી હતી.જેમાં ગતરાત્રે માતા અને બહેન વચ્ચે જમવાનું બનાવવા મામલે બબાલ થયા બાદ આ યુવનમાં મનમાં એટલી હદે ખુન્નસ ભરાયું હતું કે ,સગી જેનતા અને બહેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ બાદ બન્નેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પરિવારજનની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જોકે આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું મનાય છે.

- text