પાડધરા પાસે ખાણમાં કામ કરતી વખતે શોર્ટ લાગતા શ્રમિકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના પાડધરા પાસે ખાણમાં કામ કરતી વખતે શોર્ટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના આણદપર ગામે રહેતા માણીકચંદ અમરનાથ બીન્દ નામના શ્રમિક ગઈકાલે તા.૭ ના રોજ વાંકાનેરના પાડધરા બાજુમાં આવેલ ફેકટરી-ખાણમાં મજૂરી કામ કરતા હતા.તે વખતે તેમને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આ શ્રમિકનું મોત નીપજ્યું હતું.બાદમાં તેનો મૃતદેહ પીએમ અર્થે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text