નાગડાવાસ ગામ પાસે કારે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

- text


મોરબી : મોરબીના નાગડાવાસ ગામ પાસે ગઈકાલે કારે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કાર ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જુના નાગડાવાસ ગામે રહેતા ગગજીભાઇ ઉર્ફે ગજાભાઇ વિરમભાઇ સનુરા નામના આધેડ ગઈકાલે તા.૭ ના રોજ સવારના સવા આઠેક વાગ્યાના અરસામાં મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ નાગડાવાસ ગામના પાટીયા પાસેથી પોતાના GJ-36-Q-3670 નંબરના બાઈક.લઈને પસાર થઈ રહ્યા હતા.ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળી સ્વીફ્ટકાર નં-GJ-05-CG-7046 વાળી પુરઝડપે અને બેફીકરાયથી ચાલવીને આ બાઈકને હડફેટે લેતા બાઈક સવાર આધેડને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર મહેશભાઇ ઉર્ફે હક્કો ગગજીભાઇ ઉર્ફે ગજાભાઇ સનુરાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

 

- text