ઘનાળા ગામના પાટીયા નજીક અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત

- text


યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો તે વેળાએ અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધો : પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી

હળવદ : હળવદ તાલુકાના ધનાળા ગામના પાટિયા પાસેથી પસાર થતા કચ્છ-અમદાવાદ હાઈવે પર ગત સાંજના ટ્રક ક્લીનર રોડ ક્રોસ કરી રહ્યો હતો તે વેળાએ કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી આ યુવાનને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલે લઈ આવતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતકના પરિવારજનોને જાણ કરી હાલ પ્રાથમિક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત સાંજના ધનાળા ગામના પાટિયા પાસેથી પસાર થતા કચ્છ-અમદાવાદ હાઈવે પર આવેલી એક હોટલ પર ટ્રક ચાલક ચા પાણી પીવા માટે ઉભા રહ્યા બાદ આ ટ્રક નાં કલીનર અશોકભાઈ કાંતિલાલ આંબુયા ઉંમર વર્ષ 22 રહે રાજસ્થાન રોડ ક્રોસ કરીને સામેની હોટલે પાણી ભરવા જતી વેળાએ કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી

- text

જેથી તાત્કાલિક યુવાનને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલને લઈ આવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનને મૃત જાહેર કરેલ જેથી બનાવને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી તેઓને હળવદ બોલાવવામાં આવ્યા છે અને હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વધુ તપાસ હળવદ પી.એસ.આઈ રાધિકાબેન રામાનુજ ચલાવી રહ્યા છે.

- text