મોરબી સિવિલ હોસ્પિટલમાં 16 કર્મચારીઓને અચાનક છુટા કરવા મામલે કલેક્ટરને રજુઆત

- text


 

કોરોના મહામારીને કારણે કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર 16 સફાઈ કર્મીઓને રાખ્યા બાદ કોઈપણ જાતની ચેતવણી વગર છુટા કરી દેતા આ કર્મીઓની દિવાળી બગડી

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં અગાઉ કોરોના મહામારીને ધ્યાને લઈને કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર 16 સફાઈ કર્મીઓને ફરજ ઉપર રાખ્યા બાદ અચાનક કોઈપણ જાતની ચેતવણી વગર જ આ તમામ કર્મીઓને છુટા કરી દેવાયા છે.આથી આ સામાન્ય વર્ગના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.દિવાળીના ટાંકણે જ ફરજ ઉપરથી છુટા કરી દેવાતા 16 કર્મચારીઓની દિવાળી બગડી છે.આ મામલે કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે , જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા અને મુસાભાઈ બ્લોચે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી હતી કે ,મોરબીની સિવિલ હોસ્પિટલમાં અગાઉ કોરોના મહામારીને ધ્યાને લઈને કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કર્મચારીઓને ફરજ ઉપર લેવામાં આવ્યા હતા.ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓને અચાનક કોઈપણ જાતની ચેતવણી આપ્યા વગર જ છુટા કરી દેવામાં આવ્યા છે.આ મામલે કોન્ટ્રાક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા છે અને સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારી પણ યોગ્ય ધ્યાન આપતા નથી.

- text

તેથી આ સામાન્ય વર્ગના કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે.દિવાળી જોબ તહેવારમાં આ કર્મચારીઓ ઘરમાં અંધકાર છવાયો છે.કારણ કે આ લોકો ભાડાના મકાનમાં રહે છે અને ટેંકનું લઈને ટેંકનું ખાઈ તેવી તેમની સાવ સાધારણ આર્થિક પરિસ્થિતિ છે.જોકે અગાઉ પણ ફરજ દરમ્યાન પીએફ કપાતો ન હતો અને રૂ.10 હજારનું મહેનતાણું ચૂકવાતું હતું હવે તો કોન્ટ્રાક્ટરે એમાં પણ મનમાની ચાલવીને રૂ.7 હજાર આપવાનું કહીને હાથ ઊંચા કરી દેતા આ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.આથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text