ટંકારાના ટીડીઓની ઓચિંતી વિઝીટમાં હમીરપરના તલાટી ‘ઘેરહાજર’

- text


સતત ગેરહાજર રહેતા તલાટીને કારણદર્શક નોટિસ ફટકારી

ટંકારા : ટંકારાના હમીરપર ગામના તલાટી મંત્રી સતત ગેરહાજર રહેતા હોવાની ગ્રામજનોની ફરિયાદને પગલે ટંકારાના ટીડીઓએ આકસ્મિક ફિલ્ડ વિઝિટ કરી હતી. જેમાં પણ તલાટી મંત્રી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી ટીડીઓએ સતત ગેરહાજર રહેતા તલાટી મંત્રીને કારણદર્શક નોટિસ ફટકારી હતી.જેથી ગુટલીબાજ તલાટીઓમા ફફડાટ ફેલાયો છે.

- text

ટંકારાના તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા આજે અચાનક મિતાણા વાછકપર ગણેશપર હમિરપર સખપર સહિતના ગામડાની મુલાકાત લઈને બપોર બાદ આકસ્મિક ફિલ્ડ વિઝિટ માટે નિકળ્યા હતા. જેમા ટંકારા તાલુકાના હમિરપરના તલાટી કમ મંત્રી નિલમબેન કવૈયા બીન અધિકૃત રીતે કોઈપણ રજા રીપોર્ટ વગર ગેરહાજર જણાયા હતા. આથી ટી ડી ઓ નાગાજણ તરખાલા દ્વારા આ તલાટી મંત્રીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને આ મામલે કડક પગલાં લેવામાં આવે તેમ આ અધિકારીએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે,કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ગામ્ય યોદ્ધાઓની કમીટીના અધ્યક્ષ ખુદ તલાટી કમ મંત્રીને રાખ્યા હોય અને તે જે ગેરહાજર રહેતા હોવાની ગામજનો દ્વારા અનેક વખત રજૂઆતો આવી હતી. જેના પગલે ટીડીઓની આકસ્મિક વિઝિટમા મહિલા તલાટી ગેરહાજર જણાઈ આવ્યાં હતાં જોકે મિતાણા સહિત અન્ય ગામોની વિઝિટમા હાજર રહેલા તલાટીની કામગીરીની પ્રશંસા પણ કરી હતી.

- text