મોરબીમાં ઓઇલ ચોરી ગુનામાં સંડોવાયેલ બે શખ્સોને પાસા

- text


 

મોરબી : મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ વી.બી.જાડેજા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. અને ટીમ દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટે ઇશ્યુ કરેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા પાસા અટકાયતી હુકમ અન્વયે મયુરભાઇ ચંદ્રકાંતભાઇ જાદવ રહે. વડોદરા એ ર૪ સયાજી પાર્ક સોસાયટી બસ સ્ટેન્ડ પાવળ આજવા રોડ વડોદરા વાળો ઓઇલ ચોરીના કેસોમાં સંડોવાયેલ હોય જેને પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ હવાલે કરવામાં આવેલ છે. તેમજ નિશાંતભાઇ કિરણભાઇ કરણીક રહે. વડોદરા મોતીનગર-૦૨ ગંગાસાગર તરસાલી રોડ હાલ રહે. બી-૪ર પંચમ ડુપ્લેક્ષ સોમા તળાવ એમ.એમ. વોરા શો રૂમ સામે વડોદરા વાળાને પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થજેલ રાજકોટ હવાલે કરવામાં આવેલ છે.

- text