ટંકારાના અનુસૂચિત જાતિના મોરચા દ્વારા ડે..સીએમ સામે ટંકારા પોલીસને ફરિયાદ

- text


 

ટંકારા : રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પેટલ અગાઉ ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર અર્થે મોરબી આવ્યા હતા અને મોરબી ખાતે તેમણે જાહેરસભા સંબોધી હતી.એ દરમ્યાન નીતિનભાઈ પટેલે અનુસીચિત જાતિ પ્રત્યે ગેરબંધારણીય શબ્દનો પ્રયાગ કર્યો હતો.આથી આ મામલે અગાઉ મોરબીમાં જ અનુસીચિત જાતિના લોકોએ તેમની સામે એસપી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી હતી.જે બાદ નીતિનભાઈ પટેલે પોતાના ફેસબુકમાં પોસ્ટ મૂકીને અનુસૂચિત જાતિ સમુદાયની માફી પણ માંગી લીધી હતી.તેમ છતાં આ વિવાદ હજુ યથાવત રહ્યો છે.જેમાં ટંકારા તાલુકાના અનુસૂચિત જાતિના લોકોએ ટંકારા પોલીસને લેખિતમાં ફરિયાદ કરી અનુસૂચિત જાતિ પ્રત્યે ગેર બંધારણીય શબ્દના પ્રયોગ બદલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text