કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરાયો મોરબી:વાંકાનેરના સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કીરીટ સિંહ નટવરસિંહ ઝાલાએ એક દારૂના કેસ બાબતે ફરીયાદી પાસેથી એક લાખની માગણી કરી હતી જે બાદ 75,000 આપવાનું નકકી કરી પ્રથમ 25 હજાર મેળવી લીધા હતા જ્યારે બાકીની રકમ ત તેના મળતીયા પ્રવીણ બાંભવાને મોકલ્યો હતો ફરિયાદીએ એસીબીમાં કરેલી ફરિયાદ ને પગલે એસીબીએ છટકું ગોઠવી મળતીયાને રૂ. 50 હજારની લાચ લેતા ઝડપી લીધો હતો. જે બાદ મુખ્ય આરોપી કિરીટસિંહ ફરાર થઇ ગયો હતો.અને રાજકોટ વકીલ પાસે આગોતરા જામીન માટે મળવા ગયો હતો. આરોપી રાજકોટના પારસી અગિયારી નજીક ફૂલછાબ ચોક પાસે આવેલ વકીલની ઓફિસમાં હોવાની બાતમીના આધારે એસીબીની ટીમે તેને ઝડપી લઇ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. ગઈકાલે એનો રિપોર્ટ નેગેટીવ આવતા આજે સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કર્યો હતો. રિમાન્ડ માગણી કરતા કોર્ટે આગામી 9 નવેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.આ અંગે વધુ તપાસ જામનગર એસીબી પી.આઈ પરમાર ચલાવી રહ્યા છે. આગામી દિવસોમાં આરોપીની સંપતિ અંગે તપાસ હાથ ધરી બેનામી મિલકત અંગે તપાસણી કરશે.