ટંકારા : ટંકારા નજીક ટ્રેકટર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બેને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે ટ્રેકટર ચાલકે ખેડૂતે ટ્રક ચાલક સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના હરીપર (ભુ) ગામે રહેતા અને ખેતીનો ધંધો કરતા પ્રવીણભાઇ વશરામભાઇ ભાગીયા (ઉ.વ. ૪૫) નામના ખેડૂત ગઈકાલે તા.૫ ના રોજ પોતાના હવાલા વાળુ ટ્રેક્ટર રજી. નંબર GJ-03-CL-4641 ની પાછળ ટ્રોલી રજી. નંબર GJ-03-V-3045 વાળુ લઇને મોરબી સંઘમા મગફળી વહેચવા જઈ રહ્યા હતા તે વખતે હરબટીયાળી ગામની ગૌ-શાળા સામે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આરોપી ટ્રક નંબર GJ-1-AT-9875 નો ચાલક પાછળથી પુર ઝડપે આવી ટ્રેકટરને ઠોકર મારતા ફરીયાદીને મુઢ ઇજાઓ તથા સાહેદને ફેકચર જેવી ઇજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે તેઓએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.