મોરબી : મોરબીમાં મયુર નેચર કલબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા તારીખ 08-11-2020 ને રવિવારે સવારે 9 થી બપોરના 1 વાગ્યાં સુધી સંસ્કારધામ,નવા બસ સ્ટેન્ડ ખાતે રાહત દરે નેચરલ વસ્તુઓનું વિતરણ કરાશે.જેમાં હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ,ગૌમૂત્ર અર્ક,નગોળનું તેલ,રાગીના લોટના ભૂંગળા,અગરબત્તી,દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ,કાળી માટીના વાસણો.આ ઉપરાંત અસલ ગિર ગાયનાં દૂધની છાશ ( રૂ.20/- લીટર ), બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે પણ મળશે.આ વિતરણ વ્યવસ્થાનાં સંયોજક શ્રી જીતેન્દ્ર ઠકકર દ્વારા હાલમાં કોરોના મહામારીનાં પગલે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.