મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક હાઇવે પર માલ સમાન ભરેલું ટ્રેકટર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર નજીક એક માલ સમાન ભરેલું ટ્રેકટર પસાર થઈ રહ્યું હતું. ત્યારે અચાનક અકસ્માતે ટ્રેકટર પલ્ટી ખાઈ ગયું હતું અને ટ્રેકટરની ટ્રોલી રીતસર ઉંધી વળી જતા તેમાં રહેલો ગુણી ભરેલો સમાન વેરવિખેર થયો હતો. જોકે આ અકસ્માતની ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.