મોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા સગીરાને એક શખ્સ ભગાડી ગયાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની સગીર વયની દીકરીને ત્યાં જ કામ કરતો સુભાષ ગમીર આદિવાસી નામનો શખ્સ ગત તા.25 ઓક્ટોબરે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો.આ બનાવ અંગે સગીરાના પિતાએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી સામે અપહરણ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.