મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલા હનુમાન મંદિર નજીક રહેતા અને રામેશ્વર વે બ્રિજમાં કામ કરતા અનવરભાઈ શેખ નામના આધેડ કામ પર જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ હજુ સુધી ઘરે પરત ના ફરતા પરિવારે પોલીસને જાણ કરી છે. અનવરભાઈને અગાઉ પગમાં લાગ્યું હોવાથી પુત્ર ઈકબાલભાઈએ તેમને હોસ્પિટલમાં જવા જણાવ્યું હતું બાદમાં ઈકબાલભાઈએ ફોન કરી તપાસ કરતા તેઓનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. જે બાદ અનેકવાર ફોન કરતા ફોન ન લાગતા પરિવાર જનો સગા સબંધી તેમજ કામના સ્થળે તપાસ કરવા છતાં કોઈ પતો ન લાગતા અંતે પુત્રએ બી ડિવિઝન પોલીસ મથકે ગુમ શુદા ફરિયાદ નોંધાવી છે. ગુમ થવા સમયે તેઓએ સફેદ રંગનો શર્ટ, ક્રીમ કલરનું પેન્ટ, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હોવાનું અને તેમની જમણી આંખ બંધ રહેતી હોવાનું જણાવ્યું હતું. અનવરભાઈ અંગે કોઈને જાણ થાય તો 9586330923 પર સંપર્ક કરવા પરિવારના સભ્યોએ જણાવ્યું છે.