મોરબી : મૂળ જૂનાગઢના વતની અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગંધ્રા તાલુકાના ચુલી હાઇવે ઉપર આવેલ જય ગિરનારી કાઠિયાવાડી હોટલ પાસે રહેતા સમીરભાઈ અશ્વિનભાઈ દેસાઈ સામે અગાઉ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરીનો ગુનો નોંધાયો હતો.પણ આરોપી આ ઈંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા 11 માસથી નાસતો ફરતો હતો.તેથી મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને એલસીબી પીઆઇ વી.બી.જાડેજાએ નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાની સૂચના આપતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમના જયેશભાઇ વાઘેલા , બ્રિજેશભાઈ કાસુન્દ્રા સાહિતનાએ બાતમીના આધારે આજે ઈંગ્લિશ દારૂના ગુનાંમાં 11 માસથી ફરાર આરોપી સમીરભાઈ અશ્વિનભાઈ દેસાઈને હળવદના કોયબા ગામના પાટિયા પાસેથી ઝડપી લીધો હતો અને આરોપીને આગળની તપાસ માટે મોરબી તાલુકા પોલીસના હવાલે કરી દીધો છે.