મોરબી : મતદાન અવશ્ય કરવું એ દરેક નાગરિકની ફરજ છે. ચૂંટણીએ લોકશાહીમાં એક પર્વ તરીકે ઉજવાય છે. ત્યારે જિંદગીમાં લગ્ન પણ એક સામાજિક ઉત્સવ તરીકે ઉજવાય છે. ત્યારે આ બન્ને ઉત્સવોનો સમન્વય ભડીયાદ ગામમાં જોવા મળ્યો હતો. ભડીયાદ મત વિસ્તારમાં આવેલ જવાહર સોસાયટીમાં રહેતા રમેશભાઈ મકવાણાની પુત્રી જાગૃતિના લગ્ન આજરોજ નિર્ધાર્યા હતા. જોગાનુજોગ આજે જ મતદાનનો પણ દિવસ હોય તેઓએ પોતાના લગ્નમાંથી સમય ફાળવીને મતદાન કરવા પહોંચ્યા હતા. નવદંપતિ લગ્નના પહેરવેશ અને -સજ્જામાં મતદાન મથકે પહોંચતા અન્ય મતદારો અને મતદાર મથકના કર્મચારીઓ પણ પ્રભાવીત થયા હતા. નામ એવા જ ગુણ ફેલાવતી નવવિવાહિતા જાગૃતિએ લગ્નમંડપથી સીધા મતદાન મથક પોહચી મતદાન કરી મતદારોમાં ફેલાવેલી જાગૃતિને ગ્રામજનોએ પણ આવકારી હતી. મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ... મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..) https://morbiupdate.com/election-special/ મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો.. https://www.facebook.com/morbiupdate મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US