મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ.ખાતે મહંત ભાવેશ્ર્વરીબેનના સાનિધ્યમાં તાજેતરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સવારે યજ્ઞ ,પ્રસાદ , સાંજે ઉમિયા માતાજીની મહાઆરતી, રાસ ગરબા, કુમારિકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કોરોનાને લઈને મર્યાદિત લોકોની હાજરીમાં આ ધાર્મિક કાર્યક્રમો શ્રધ્ધાભેર યોજાયા હતા.આ ધાર્મિક કાર્યક્રમોને સફળ બનાવવા મુકેશ ભગત, રતનબેન, દિલીપ મહારાજ, દેવકરણભાઈ ,ખીમજી બાપા, મહાદેવ ભગત, દલસુખભાઈ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate