મોરબી : અનાદિ મહામુક્ત પૂજ્ય સંત શિરોમણી શ્રી જાગા સ્વામીની ૧૯૪મી જન્મ જયંતીની મોરબીમાં મોચી સમાજ દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારી સંદર્ભે સરકારની ગાઈડલાઈન અનુસરતા આ વર્ષે મોરબી મોચી સમાજના પરિવારજનો દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જાગા સ્વામીની ૧૯૪ મી જન્મ જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી ખૂબ જ સાદગીથી કરવામાં આવી હતી. આ તકે કોરોના મહામારીથી સર્વેનું રક્ષણ થાય તેમજ સર્વેનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી એમ દિલીપભાઇ પરમારે એક યાદીમાં જણાવ્યું હતું. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate