વાલ્મિકી સમાજ દ્વારા મહર્ષિ વાલ્મિકીજીની જન્મ જ્યંતી ઉજવણીના કાર્યક્રમમાં યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવનભાઈ રબારીની પ્રેરક ઉપસ્થિત મોરબી : મોરબી વાલ્મિકી સમાજ દ્વારા ડો. બાબા સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં મહર્ષિ વાલ્મિકીજીની જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર અને સામાજિક આગેવાન દેવેનભાઈ રબારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહર્ષિ વાલ્મિકીજીની જન્મ જયંતિ પ્રસંગે શનિવારે મોરબીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના સાનિધ્યમાં પ્રસંગોચિત ઉજવણી કરવામાં આવી હતી. વાલ્મિકી સમાજના ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિમાં મહર્ષી વાલ્મિકીની જન્મજયંતીની કરવામાં આવેલી આ ઉજવણી પ્રસંગે દેવેનભાઈ રબારી દ્વારા સમાજના ભાઈઓ બહેનો પાસે પોતાના બાળકો વધુને વધુ શિક્ષિત બને એવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. સમાજમાં બંધુત્વ અને સમરસતાનો માહોલ મજબૂત બને તેવા કર્યો કરી લોકોને આ માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રભાઈ પઠાણ અને મનોજભાઈ સોલંકી સહિતનાં યુવાનોએ યથોચિત જહેમત ઉઠાવી હતી.