મોરબી : મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે સીએનજી પેટ્રોલ પંપ નજીક બે બાળકો રખડતા ભટકતા મળી આવ્યા છે. જેમાં એક બાળકનું નામ ચીકુ ઉંમર આશરે 5 વર્ષ અને બીજા બાળકનું નામ સંજની ઉંમર આશરે 4 વર્ષ હોવાનું જાણવા મળે છે. આ બન્ને બાળકોના વાલી વારસ ન મળતા બન્ને બાળકોને હાલ ચિલ્ડ્રન હોમ ફોર ગલર્સ મિશનરીઝ ઓફ ચેરિટી (ટેલિફોન નંબર-02822 230351) કાયાજી પ્લોટ-મોરબી ખાતે રાખવામાં આવ્યા છે. આ બનાવ મામલે મોરબી સીટી બી ડિવિજન પોલીસે બન્ને બાળકોમાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. ત્યારે કોઈને આ બન્ને બાળકોના વાલી વારસની માહિતી મળે તો તેઓએ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવાસદન રૂમ નંબર 31/32, શોભેશ્વર રોડ મોરબી, ટેલિફોન નંબર -02822 240098 તેમજ મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટેશન ફોન નંબર- 02822-242651 ઉપર સંપર્ક કરે તેવી અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate