શહેરમાં CISFની ટુકડીના જવાનો અને પોલીસે સાથે ફૂટ પેટ્રોલીંગ કર્યું મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે અર્ધ લશ્કરી દળની ટુકડીને બોલાવવામાં આવી છે. અને આજે આ અર્ધ લશ્કરી દળ ટુકડી આવી પહોંચી હતી. આથી અર્ધ લશ્કરી દળના જવાનો દ્વારા એ ડિવિજન પોલીસ ટીમને સાથે શહેરી વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી એ ડિવિજન પોલીસ મથકેથી નહેરુ ગેટ ચોક, લાતી.પ્લોટ, અયોધ્યાપુરી મેઈન રોડ થઈ શનાળા અને રવાપર રોડ સહિતના મુખ્ય રસ્તાઓ પર ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate