આરોપીઓને કડકમાં કડક સજા કરી પીડિતાને ન્યાય આપવાની માંગ કરાઈ મોરબી : જામનગર જિલ્લાના ધ્રોલમાં સામુહિક દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. નરાધમો પર ફિટકારની લાગણી વરસી રહી છે. ત્યારે ધ્રોલમાં સામુહિક દુષ્કર્મની ઘટના મામલે મોરબીના માલધારી સેનાએ રાજ્યપાલને રજુઆત કરી છે અને આરોપીઓને દાખલા રૂપ સખતમાં સખત સજા કરીને પીડિતાને ન્યાય આપવાની માંગ કરી છે. મોરબી સ્થિત ગુજરાત માલધારી સેનાના પ્રમુખ ધર્મેશભાઈ આંબાભાઈ રબારી, ઉપપ્રમુખ રાજુભાઇ ગમારા સહિતનાએ રાજ્યપાલને લેખિતમાં રજુઆત કરી હતી કે તાજેતરમાં જામનગર જિલ્લાના ધ્રોલમાં એક પરિવારની દીકરી પર નરાધમોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને સમાજમાં રોજબરોજ સ્ત્રીઓ ઉપર અત્યાચારના બનાવો વધતા હોય રાજ્યમાં બહેનો દીકરીઓ સુરક્ષિત રહી શકે તે માટે આ જઘન્ય અપરાધોના ગુનેગારોને દાખલારૂપ કકડ સજા થવી જરૂરી છે. તેથી જ ગુજરાતમાં સ્ત્રીઓ પરના શોષણના બનાવો અટકશે. આથી, ધ્રોલની આ સામુહિક દુષ્કર્મની ઘટનાના દોષિત આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીને પીડિતાને ન્યાય આપવાની માંગ કરી હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate