મોરબી : મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પાલિકાના ભાજપના સભ્ય જ્યોત્સનાબેન ભીમાણીએ ઝંપલાવી ઉમેદવારી નોંધાવી હતી. પક્ષની સૂચના વગર તેઓએ ઉમેદવારી નોંધાવી હોય જેથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા તેઓને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.