મોરબી : પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર - મોરબીમાં ૧૮ થી ૩૫ વર્ષના ભાઈઓ તથા બહેનોને ભારત સરકાર તરફથી ટૂંકા ગાળાની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે. તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, બેગ, આઈ-કાર્ડ વિનામૂલ્યે આપવામાં આવશે. તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે 2 લાખ નો વીમો તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે. હવે પછીના સત્રમાં તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. મર્યાદિત સંખ્યામાં એડ્મિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે “પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર, મોરબી, ૩જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમા, રવાપર રોડ, મોરબી (મૉ.૭૪૮૭૦ ૭૬૩૭૪)નો સવારે 9 થી સાંજે 6 વાગ્યા દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. https://forms.gle/rxt4VVqjSF5kvgRR9 આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે લાવવાનો રહેશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate